[ર૯૯] અગિયાર મહિનાના બકરાની કુરબાની જાઈઝ નથી

Chapter : કુરબાની

(Page : 374-375)

સવાલઃ– અમારી વસ્તીમાં એક માણસનો બકરો છે જેની ઉમર ૧૧ મહિના છે અને તે બકરો જોવામાં માશાઅલ્લાહ વધુ ઉમરનો જણાય છે, તેના મોઢામાં નીચે આઠ દાંત છે અને ઉપર બે દાંત છે અને તે ખસ્સી નથી તો આવા બકરાની કુરબાની જાઈઝ છે કે નહિ?

જવાબઃ–  કુરબાની માટે કુરબાનીના દિવસે બકરો પૂરા એક વર્ષનો હોવો જરૂરી છે, અગર એક વર્ષથી એક દિવસ પણ નાનો હોય તો તેની કુરબાની જાઈઝ નથી, ચાહે તે જોવામાં એક વર્ષ કે તેથી વધુ ઉમરનો માલૂમ પડતો હોય અને જયારે ઉમરની ખબર હોય તો દાંતોની સંખ્યાનો કોઈ એઅતિબાર નથી. (શામી ભા.પ)

Log in or Register to save this content for later.