[ર૯૧] છ મહિના કે તેથી નાના ઘેટાની કુરબાની

Chapter : કુરબાની

(Page : 366-367)

સવાલ :– અમારી પાસે એક ઘેટો છે જે એક વર્ષમાં મહિનો દોઢ મહિનો નાનો છે, તો એવો ઘેટો કુરબાનીમાં ચાલશે કે નહિ ? અને ઘેટું કુરબાનીમાં કેટલા મહિના સુધીનું ચાલી શકે ? ”બેહશ્તી ઝેવર”માં છે કે જો છ માસનું ઘેટું તાજું માજું હોય અને વર્ષ દિવસના ઘેટા જેવું લાગતું હોય તો તેની કુરબાની જાઈઝ છે. (મવ. અહમદ કડુજી, મુ.દેવલા, જિ. ભરૂચ)

જવાબ :– જે ઘેટાની ઉમર પૂરા એક વર્ષની હોય તેની કુરબાની જાઈઝ છે. ચાહે તે દેખાવમાં મોટું લાગતું હોય કે નાનું લાગતું હોય, અને જે ઘેટાની ઉમર કમથી કમ છ મહિનાની હોય અને તે એટલું તાજું માજું હોય કે એક વર્ષના ઘેટા જેવું મોટું જણાતું હોય, એટલે કે જો તેને પૂરા એક વર્ષની ઉમરના ઘેટાઓ ભેગું ઉભુ રાખવામાં આવે તો માલૂમ ના પડે કે આ ઘેટું ઉમરના બીજા ઘેટાઓ કરતાં નાનું છે. તો આવા એક વર્ષથી નાના તાજા ઘેટાની કુરબાની પણ જાઈઝ છે. અને જો છ મહિનાથી પણ ઓછી ઉમરનો હોય અથવા છ મહિના કે તેથી મોટી ઉમરનું અને એક વર્ષથી નાનું હોય, પરંતુ એક વર્ષના ઘેટા જેવું ન જણાતું હોય તો એવા એક વર્ષથી નાની ઉમરના ઘેટાની કુરબાની જાઈઝ નથી.  (શામી–પ/ર૦૪)

Log in or Register to save this content for later.