Chapter : કુરબાની
(Page : 367-368)
સવાલ :– મારી પાસે એક બકરો છે જે ગયા વર્ષે ઈદના આઠ દિવસ પછી પેદા થયો હતો એટલે આ વર્ષે કુરબાની વખતે તેની ઉમરના એક વર્ષમાં આઠ દિવસ બાકી રહેશે, પરંતુ તે દેખાવમાં એક વર્ષના બકરાથી પણ મોટો લાગે છે તો આ બકરો ચાલુ વર્ષે કુરબાનીમાં ચાલે કે નહિ?
જવાબ :– કુરબાની માટે બકરો તો પૂરા એક વર્ષનો હોવો જરૂરી છે એક વર્ષથી થોડો પણ નાનો હોય તો તેની કુરબાની જાઈઝ નથી. ચાહે તે દેખાવમાં ગમે તેટલો મોટો લાગતો હોય, બલ્કે એક વર્ષથી કંઈક મોટો હોય તો બેહતર છે.
એક વર્ષથી નાનો હોય પણ તાજોમાજો હોવાથી દેખાવમાં એક વર્ષનો લાગે તો કુરબાનીમાં ચાલી શકે એ હુકમ ફકત ઘેટા – ઘેટી અને દુંબા–દુંબી માટે છે. બકરા – બકરીને એ હુકમ લાગુ નથી પડતો. બકરો – બકરી તો પૂરા એક વર્ષના હોવા જરૂરી છે.(દુર્રે મુખ્તાર, શામી–પ/ર૦૪)
Log in or Register to save this content for later.