Chapter : કુરબાની
(Page : 363-364)
સવાલ :– ઘરનો ઉછરેલો પાડો છે, જેની ઉમર બે વર્ષ ઉપરની છે, તે પાડાનું પૂંછડું પેદાઈશથી જ પાછળના પગના ઘૂંટણથી લગભગ છ આંગળ ઉંચુ છે, તો ચાલુ વરસે તે પાડો કુરબાની માટે ચાલી શકે કે નહિ?
જવાબ :– સવાલમાં લખવા મુજબ મઝકૂર પાડાનું પૂંછડું જો ખરેખર પેદાઈશથી જ નાનું અને ટૂંકું હોય તો તે પાડાની કુરબાની ચાલુ વરસે કરવી જાઈઝ છે. (શામી–પ/ર૦૬, ફ.ખાનિયહ – આલમ,૩/૩પ૩)
Log in or Register to save this content for later.