Chapter : નિકાહ
(Page : 307)
સવાલઃ– આજ કાલ ઘણા દીનદાર ભાઈઓ પણ પોતાના છોકરા કે છોકરીની સગાઈ ઈગ્લેંડ કરાવે છે અને એ માટે વિડીયો ઉતારે છે અને કહે છે કે અમારે મુંબઈ બતાવવું પડે છે, શું આ જાઈઝ છે?
જવાબઃ– એ વાત તો પોતાની જગ્યાએ સ્પષ્ટ છે કે સજીવ વસ્તુની તસ્વીર બનાવવી, ચાહે તો જુની ઢબથી હોય કે પ્રગતિશીલ અને આધુનિક સાધનો વડે નવી ઢબથી હોય, દરેક રીતે તે શરીઅતમાં નાજાઈઝ અને હરામ છે અને હદીષ શરીફમાં એ વિશે ઘણી સખત વઈદો બયાન કરવામાં આવી છે અને જાહેર છે કે નિકાહની અથવા નિકાહ માટે વિડીયો કેસેટ બનાવવી એ પણ સજીવ માનવ સમૂહની તસ્વીરો બનાવવી જ છે, જેના નાજાઈઝ હોવામાં કોઈ શંકા નથી અને મજકૂર કેસેટ બનાવવા ઉપર પણ તસવીર કારીની વઈદોથી ડરવાની જરૂરત છે, બીજી તરફ એ વાત પણ ધ્યાનમાં રાખવી જરૂરી છે કે ફોટુ ખેચાવવું માત્ર સખત મજબૂરીની હાલતમાં જાઈઝ છે, જેમકે હજ જેવી કોઈ શરઈ જરૂરત માટે સફર કરવાની મજબૂરી હોય, અથવા રોજગાર પ્રાપ્ત કરવા માટે આવશ્યક હોય તો ફોટું પડાવવાની ગુંજાઈશ છે, બાકી માહિતગાર વર્તૂળના જણાવ્યા મુજબ વીઝા માટે આવી તસ્વીરવાળી કેસેટનું રજુ કરવું કાનૂની રીતે લાઝિમ નથી, માટે માત્ર વિઝાની સગવડના હેતુસર છોકરા છોકરીની વિડીયો કેસેટ બનાવવી જાઈઝ નથી.
Log in or Register to save this content for later.