[ર૩૩] ઓરતના રહેઠાણની જવાબદારી શોહરની છે

Chapter : નિકાહ

(Page : 274-275)

સવાલ :– શોહરમાં બૂરી હાલતો (આદતો) હોવાથી ઓરત પરેશાન છે, શોહર એક વખત સોનાનો દોરો વેચી દીધો હતો, સહકારી ડેરીમાંથી પૈસા લઈ વાપરી નાંખ્યા, પ્રાઈવેટ ડેરીમાંથી પૈસા ઉપાડી વપારી નાંખ્યા, શેઠ પાસેથી હજાર રૂા. લઈ ૪૦૦/ – રૂા. તેમાંથી વાપરી નાંખ્યા, જયારે સહકારી ડેરીમાંથી પૈસા લીધા હતા, તે વખતે ઓરત શોહરને ઈબ્રત માટે પોતાના બાપના ઘરે અગિયાર માસ રહી પણ હજુ પૂરાની આદતો ગઈ નથી, ઓરતનું કહેવું છે કે મને શોહર લઈ વાલિદૈનથી અલગ રહે અને શૌહરની ઈસ્લાહ કરે અને શૌહરને અલગ ન આપવું હોય તો મને છોકરા આપીને શોહરથી પણ અલગ આપે અને  હું પોતે મારી જિંદગી ગુજારું. ઘરમાં ફકત બે રૂમ છે, તેમાં રહેનાર બે ભાઈ તથા તેમના વાલિદૈન તથા બે ભાઈઓના બીવી બચ્ચાં છે, માટે બહુ તંગી છે, તો ઓરતને શું કરવું અને વાલિદૈન તેમના છોકરાને આપતાં નથી, માટે છોકરાને અલગ આપવું કેવું છે? ઓરતે કસમ પણ ખાધી છે કે આ વખત જરૂર શોહરને લઈ અલગ જતી રહીશ. કસમ ખાવાનું કારણ એ કે આવો ચોરી – કર્ઝનો મામલો થાય છે, તો શોહરની વાલિદા – વાલિદને છુપું રાખી પૈસા ભરી દે છે, જેથી શોહરની આદતો જતી નથી અને છોકરાને પણ કોઈ સજા કરતાં નથી, આવા વખતે વાલિદૈન પર છોકરીની ઈસ્લાહ માટે શું કરવું ? સવાલ એ કે ઓરતની માંગણી પર શોહરના વાલિદૈનને મિયાંબીવીને અલગ આપવું કેવું? અગર શોહર ના કહે તો બીવીનું છોકરા લઈ અલગ આપવું કેવું ? અને ઓરતને અલગ રહેવા માટે કમરો કે ઘર આપવું શોહર માટે કેવુ? અને ઓરત સુલહ બાદ અલગ ન જાય તો તેની કસમનું શું કરવું ? કફફારો વાજિબ થશે ? ઓરતના હુકૂક શોહર પર શું છે?

જવાબ :– છોકરાને અને તેની ઓરતને અલગ રહેવા માટે ઘર આપવાની જવાબદારી વાલિદૈનની નથી, અગર વાલિદૈન તેઓને પોતાની સાથે રાખે છે, અથવા અલગ રહેવા માટે ઘર આપે છે તો એ તેઓનું એહસાન છે, શોહર ઉપર ઓરતના રહેવાની વ્યવસ્થાની જવાબદારી છે કે ચાહે તો ઓરતને અલગથી એવું ઘર રહેવા આપે જેમાં તેની સાથે પતિ સિવાય બીજુ કોઈ ન રહેતું હોય, અથવા મોટા ઘરમાંથી કોઈ રહેઠાણની સગવડ વાળો એક અલગ રૂમ આપે એ જરૂરી છે.                                                                                                                                                             (શામી : – ર)

                ઓરતે અલગ રહેવાની કસમ ખાધી હોય અને સુલહ – સમાધાન થઈ જવાથી સાથે રહેશે તો કસમનો કફફારો આપવો પડશે.    (શામી – ૩)

Log in or Register to save this content for later.