[રપ૩] વહેલી ઈદવાળા દેશના વખતથી મોડી ઈદ વાળા દેશમાં કુરબાની વાજિબ થતી નથી

Chapter : કુરબાની

(Page : 321-322)

સવાલઃ– એક દેશમાં ઝુલહજનો ચાંદ બીજા દેશ કરતાં એક દિવસ વહેલો દેખાવાથી ૧૦મી ઝૂલહજ બીજા દેશ કરતાં એક દિવસ વહેલી શરૂ થઈ ગઈ અને બીજા દેશમાં ચાંદ એક દિવસ મોડો દેખાવાથી ૧૦મી ઝુલહજ એક દિવસ મોડી શરૂ થઈ, તો શું પહેલાં અને વહેલા ચાંદવાળા દેશની રૂયત મુજબ મોડા અને પાછળ ચાંદવાળા બીજાદેશના રહેવાસી ઉપર પોતાના દેશની તારીખથી એક દિવસ પહેલાં કુરબાની વાજિબ ગણાશે કે પછી જે તે દેશના રહેવાસી ઉપર પોતાના દેશમાં થયેલી ચાંદની રૂયત મુજબ અને પોતાના દેશની ૧૦મી ઝુલહજની તારીખ મુજબ એક દિવસ વહેલી રૂયતવાળા દેશ કરતાં એક દિવસ મોડી કુરબાની વાજિબ થશે?

જવાબઃ– બીજા  દેશના રહેવાસી ઉપર તેના પોતાના દેશની રૂયત મુજબ ૧૦મી ઝુલહજની સુબ્હે સાદિક તુલૂઅ થાય ત્યારે કુરબાની વાજિબ થશે અને સવાલમાં લખેલી વિગત મુજબ તેના ઉપર પહેલા દેશની એક દિવસ વહેલી થયેલી રૂયત મુજબ કુરબાની વાજિબ નહિ થાય. જેમ કે જે તે દેશના રહેવાસી ઉપર તેના સ્થાનિક વખત મુજબ નમાઝો ફર્ઝ થાય છે અને બીજા દેશના વખતોનો એઅતેબાર કરવામાં આવતો નથી, બલ્કે એક જ દેશના એવા બે શહેરો કે જે બે શહેરોમાં વધુ અંતર હોવાથી નમાઝોના વખત અને તુલૂઅ ગુરૂબ આગળ પાછળ હોવાથી એક શહેરમાં બીજા શહેરની નમાઝોના વખત મુજબ નમાઝો ફર્ઝ થતી નથી, બલ્કે જે તે શહેરના સ્થાનિક વખત મુજબ ફર્ઝ થાય છે, જેમકે ભારતની પૂર્વમાં આવેલ શહેરોમાં ફજર, ઝોહર, અસર, મગરિબ ઈશાનો વખત જલ્દી થાય છે અને પશ્ચિમમાં આવેલા શહેરોમાં મઝકૂર નમાઝોનો વખત તેનાથી ઘણો જ મોડો થાય છે. એવી જ રીતે રમઝાનના રોઝાઓ પણ જે તે દેશની રૂયત મુજબ અથવા સમાંતર દેશની રૂયત મુજબ (મોઅતબર તરીકાથી ખબર મળે તો) ફર્ઝ થાય છે. આગળ પાછળ તારીખવાળા દેશની રૂયત મુજબ ફર્ઝ થતા નથી.

Log in or Register to save this content for later.