Chapter : નિકાહ
(Page : 290-291)
સવાલઃ– જે છોકરાનો કોઈ છોકરી સાથે નિકાહનો રિશ્તો નકકી થયો હોય તે છોકરો નિકાહ થતાં પહેલાં તે છોકરી સાથે મુલાકાત અને વાતચીત કરી શકે કે નહિ? અને તેની સાથે પત્રવ્યવહાર કરવા જાઈઝ છે કે નહિ? અને તેને જોવી અને મોટા નામથી બોલાવવી જાઈઝ છે કે નહિ?
જવાબ :– જયાં સુધી મજકૂર છોકરાના નકકી થયેલ રિશ્તાવાળી છોકરી સાથે શરીઅત મુજબ કાયદેસરના નિકાહ ન થાય ત્યાં સુધી મજકૂર છોકરી તે છોકરા માટે પરાઈ અને અજનબી ઓરત ગણાશે, માટે નિકાહથી પહેલાં છોકરા માટે તે છોકરી ઝરૂરત વગર જોવી, તેનાથી મુલાકાત કરવી, વાતચીત કરવી જાઈઝ નથી. અને ઝરૂરત વગર તેનાથી પત્રવ્યવહાર કરવો પણ જાઈઝ નથી, કોઈ દીની દુન્યવી અગવડ હોય તો તેની સાથે પત્રવ્યવહાર કરવો જાઈઝ છે અને તેને મોટા નામથી બોલાવવી પણ જાઇઝ છે. (શામી–પ/ર૩૬)
Log in or Register to save this content for later.