[૪૩૦] ઈનશર્ટ કરી નમાઝ પઢવી મકરૂહ છે

Chapter : નમાઝ

(Page : 455)

સવાલ :– ઈનશર્ટ કરી નમાઝ પઢી શકાય છે કે નહિ ? અને જો ના પઢી શકાય તો તેનું કારણ શું ?

જવાબ : –પુરુષ માટે પોતાના શરીરના જે અંગો ઢાંકવા જરૂરી છે, ઈનશર્ટ કરવાથી તે અવયવોનો આકાર તદ્દન ખુલ્લો માલૂમ પડે છે અને ખાસ કરી જયારે પાટલૂન બિલકુલ તંગ હોય અને ઈનશર્ટ કરવામાં આવે અને ઈનશર્ટ કરવો એ ગેર ઈસ્લામી લિબાસ છે માટે નમાઝથી બહાર કે નમાઝમાં ઈનશર્ટ કરવો દુરૂસ્ત નથી. ઈનશર્ટ કરીને પઢેલી નમાઝથી ફર્ઝ તો અદા થઈ જશે, પરંતુ એવો ચૂસ્ત અને તંગ લિબાસ પહેરીને પઢેલી નમાઝ મકરૂહ અને નાકિસ ગણાશે.

(‘શામી ૧/ર૭૪, ‘અહસનુલ ફતાવા ૩/૪૦૩)

Log in or Register to save this content for later.