Chapter : નમાઝ
(Page : 442)
સવાલ :– કોઈક કારણસર જો નમાઝ તોડવી હોય તો નમાઝ તોડવાનો શું તરીકો છે?
જવાબ :– નમાઝ તોડવાના કારણો પૈકી કોઈ કારણ સર પહેલી રકઅતમાં નમાઝ તોડવી પડે તો ઉભા હોવાની હાલતમાં એક તરફ સલામ કહીને નમાઝ તોડે, અલબત, જો કઅ્દહની હાલતમાં તોડવાની થાય અથવા ત્રીજી રકઅતના કયામમાં તોડવાની થાય તો કઅ્દહમાં બેસીને એક તરફ સલામ ફેરવી આપે. (શામી – ૧ / ૪૭૮)
Log in or Register to save this content for later.