[૪૦૬] ઓરતની મહરમ પાછળ જમાઅત સાથે નમાઝ

Chapter : નમાઝ

(Page : 434)

સવાલ :–મહરમની પાછળ ઓરતના જમાઅત સાથે નમાઝ પઢવાની રીત તથા શર્તો જણાવશો, ઈકામત કોણ કહેશે?

જવાબ :– મહરમ પુરૂષ રિશ્તેદારની ઈમામતમાં ઓરત ઘરમાં નમાઝ પઢી શકે છે, અને ઈકિતદાની હાલતમાં તેની નમાઝ દુરૂસ્ત થવા માટે શર્ત આ છે કે તે મહરમ પુરૂષ ઓરતોની પણ નિય્યત કરે, અને જમાઅતમાં શામિલ થવાની રીત આ છે કે ઓરત એકલી હોય તો પણ ઈમામથી પાછળ ઉભી રહે, અને જો મુકતદીઓમાં મર્દો અને છોકરાઓ હોય તો મર્દો અને છોકરાઓની સફોથી પાછળ ઉભી રહે.          (‘શામી’–૧/૩૮૧, ૩૮૭)

                                જો મહરમ ઈમામ સાથે ઓરત સિવાય બીજો કોઈ પુરૂષ ન હોય તો ઈમામ પોતેજ ઈકામત કહેશે, કારણકે ઓરત માટે અઝાન જેમ ઈકામત કહેવી પણ મકરૂહ છે.                    (‘મરાકિયુલ ફલાહ’)

Log in or Register to save this content for later.