[૪ર૯] ટોપી, પાઘડી કે રૂમાલ ઉપર સજદહ

Chapter : નમાઝ

(Page : 454)

સવાલ :–(ર) સજદહ કરતી વખતે પેશાની પૂરેપૂરી ટોપીથી ઢંકાયેલી હોય અથવા ફેંટો બાંધવાથી અડધી પેશાની ઢંકાયેલી હોય અથવા ગરમ ટોપી પહેરવાથી કે કસીદો બાંધવાથી પેશાની ઢંકાયેલી હોય તો શું આ રીતે ઢંકાયેલી પેશાની સાથે સજદહ અદા થશે કે નહીં ?

જવાબ :–(ર) પ્રથમ એ સમજી લેવું જોઈએ કે સજદહ કરતી વખતે પેશાની અને સજદહની જગ્યા વચ્ચે કોઈ આડ વગર અથવા બંને વચ્ચે એવી આડ સાથે કે જે નકકર હોય (એવી નરમ ન હોય કે જો સજદહ કરનાર માથું વધુ દબાવે તો તે આડ દબાતી જ રહે, દબાવવું અટકે જ નહીં, જેમકે રબર, નરમ રૂ અથવા ઘાસ) સજદહ અદા કરવા માટે પેશાનીનો વધુ પડતો ભાગ સજદહની જગ્યા ઉપર મૂકવો વાજિબ છે. માટે જો સુતરાઉ અથવા ગરમ ટોપીથી પૂરેપૂરી પેશાની ઢંકાયેલી હોવાની હાલતમાં પેશાનીનો વધુ પડતો ભાગ જમીન ઉપર મૂકવામાં આવે તો સજદહ અદા થઈ જશે, પરંતુ વિના મજબૂરીએ પેશાની ઉપર ટોપી રાખીને સજદહ કરવો મકરૂહે તનઝીહી અને ખિલાફે અવલા છે અને જો  ફેંટો અથવા રૂમાલ બાંધવાથી પેશાની ઢંકાયેલી હોય અને ફેંટા અથવા રૂમાલના આંટાવાળો પેશાનીનો ભાગ જમીન ઉપર મૂકવામાં આવે તો જો ફેંટા અથવા રૂમાલની આડ સાથે પેશાનીનો વધુ પડતો ભાગ જમીન ઉપર રહેતો હોય તો સજદહ જાઈઝ છે અને જો પેશાનીનો મોટો ભાગ સજદહમાં જમીન ઉપર ન મૂકાતો હોય તો સજદહ મકરૂહે તહરીમી અને ખિલાફે વાજિબ છે માટે સજદહ અધૂરો અદા થશે.                                              (‘શામી ૧/૩૩૬)

Log in or Register to save this content for later.