Chapter : નમાઝ
(Page : 453)
સવાલ :– મુસલ્લાના ઉપરના ભાગમાં હુબહુ હરમ શરીફ તથા કાબા શરીફની તસવીર હોય છે, જેના ઉપર ઊભા રહી ઈમામ સાહેબ નમાઝ પઢાવે છે તો એ વિષે શું હુકમ છે ? નમાઝ થશે કે નહિ ? એમાં હરમ શરીફની બેઅદબી તો નથી ?
જવાબ : હરમ શરીફ અને કાબા શરીફની તસવીરનો હુકમ તઅઝીમ– અદબ વગેરે કરવા વિષે ખુદ હરમ શરીફ અને કાબા શરીફ જેવો નથી, એટલે જ કોઈ કિબ્લાની દિશાને છોડી બીજી દિશામાં કાબા શરીફની તસવીર સામે નમાઝ પઢે તો દુરસ્ત થશે નહિ.
માટે એવા મુસલ્લા પર નમાઝ પઢવાને કાબા શરીફની બેઅદબી કરી તો નહિ ગણાય, પરંતુ એવો મુસલ્લો ઈમામ સાહેબ માટે પાથરવો અથવા પોતે પાથરી નમાઝ પઢવી એટલે મુનાસિબ નથી કે તેમાં ભાત ભાતની ડિઝાઈનો હોવાથી ધ્યાન તે તરફ ખેંચાય જવાનો ભય છે, જેમ કે એ જ કારણથી કિબ્લાની દિવાર અને મિમ્બર મેહરાબમાં ફુલવેલ અને બીજી કોઈ રીતે નકશીકામ કરાવવું મકરૂહ છે. બાકી નમાઝ તો દુરસ્ત થઈ જશે. (‘શામી ૧/૪૩૬,૪૪ર)
Log in or Register to save this content for later.