Chapter : નિકાહ
(Page : 217-218)
સવાલ :– એક માણસ બે બહેનો સાથે નિકાહ કરી શકે છે? એક મુસ્લિમભાઈ પૂછવા માંગે છે કે તેની વાઈફ ઈન્ડિયા છે અને વાઈફની બહેન લંડન છે, લંડનવાળી બહેનના શોહરનો ઈન્તિકાલ થઈ ગયો છે, તો લંડનવાળી બહેન ઈન્ડિયાવાળા પોતાના નાના બનેવી સાથે નિકાહ કરવા માંગે છે, તો શું એક માણસ બે બહેનો સાથે નિકાહ કરી શકે છે? (પોતાના નાના બનેવીને લંડન બોલાવવા માટે)
જવાબઃ– જયાં સુધી એક બહેન નિકાહમાં હોય ત્યાં સુધી તેની સગી બહેન સાથે નિકાહ કરવા અને બે બહેનોને એક સાથે નિકાહમાં રાખવી નાજાઈઝ અને હરામ છે, એક બહેનના નિકાહમાં હોવા છતાં તેની બીજી બહેનથી નિકાહ કરશે તો તે નિકાહ હલાલ અને જાઈઝ નહિ ગણાય અને આવા હરામ નિકાહ પછી બીજી બહેન સાથે ઓરત જેવો વ્યવહાર કરશે તો ઝિના અને બદકારી ગણાશે, આવા નિકાહને કુર્આન મજીદમાં સ્પષ્ટ શબ્દોમાં હરામ ઠેરવેલ છે. (શામી :ર)
Log in or Register to save this content for later.