Chapter : નિકાહ
(Page : 214-215)
સવાલ :– એક મર્દને અપની બીવી કો તાઃ ૧પ/૩/૧૯૯૬ કો તલાક દી, ફિલ હાલ ૪/૬/૧૯૯૬ હે, અભી ઓરત કી ઈદ્દત ચાલુ હે, હાં અગર ઈસી હાલતમેં વો દૂસરા નિકાહ કરના ચાહતી હે તો કયા ઈસ સૂરતમે નિકાહ જાઈઝ હે? હા અગર નિકાહ કરના જાઈઝ હે તો કિસ સૂરત મેં?
અગર ઈસી ઈદ્દતમેં નિકાહ કર લિયા ઔર ઈદ્દત ગુઝરને કે બાદ અગર ઉસકો ઉસકે ઘરસે શવહર કે મકાન પર લે જાએ જહાં ઈદ્દત મેં નિકાહ હુવા હે તો કયા ઈસ ઈદ્દત કી મુદ્દત મે નિકાહ કર સકતી હે કે નહિ? હાં જિસ મકાનમેં તલાક હુઈ હે ઉસ ઘરસે નિકલ ચુકી હે ઔર અપની જરૂરિયાત ખરીદને ભી જા શકતી હે તો એસી સૂરતમેં કયા ઘરસે નિકલને કી હાલતમેં કારોબાર મે લગ જાને સે ઈદ્દત તૂટ જાતી હે યા નહીં? ઈદ્દત કિસીભી હાલતમેં પૂરી કરની પડેગી યા નહીં? ઔર ઈસ હાલતમેં નિકાહ કરના જાઈઝ હે યા નહીં?
જવાબ :– જે મુતલ્લકહ ઓરત ઈદ્દતમાં હોય તેના નિકાહ કરવા નાજાઈઝ અને હરામ છે અને જયાં સુધી તેની ઈદ્દતની મુદ્દત પૂરી ન થાય ત્યાં સુધી તે ઈદ્દતમાં બાકી જ ગણાશે, ભલે તે ઈદ્દતની પાબંદીઓનું પાલન ન કરતી હોય, એટલે કે વિના મજબૂરીએ ઘરથી બહાર નીકળી જતી હોય અને પોતાના કામો કરતી હોય, તો પણ તેની ઈદ્દત તો બાકી જ રહેશે અને તેણે બીજા નિકાહ માટે ઈદ્દત પૂરી કરવી પડશે, ઈદ્દત પૂરી થતાં પહેલાં કરેલા નિકાહ દુરસ્ત અને જાઈઝ નહિ ગણાય. (શામી–ર)
Log in or Register to save this content for later.