[૧૭૦] ખ્રિસ્તી ઓરત સાથે નિકાહ

Chapter : નિકાહ

(Page : 213-214)

સવાલ :– શું ઈસ્લામમાં ખ્રિસ્તી છોકરી સાથે શાદી કરવી જાઈઝ છે? અને તે એ રીતે કે તે તેના ખ્રિસ્તી ધર્મ પર બાકી રહે, તેની સાથે શાદી કરવાનો શું તરીકો છે? મુસલમાન સાક્ષીઓ કેટલા હોવા જોઈએ? જો મુસલમાન સાક્ષી ન હોય તો ખ્રિસ્તી સાક્ષીઓ ચાલે કે નહિ? જેમકે  કોર્ટમાં શાદી કરે અથવા ખાનગીમાં શાદી કરે અને ગવાહ તરીકે ફકત ખ્રિસ્તી ઓરતો જ હોય તો તેઓની ગવાહી જાઈઝ ગણાય કે નહિ?

જવાબ :– જો કોઈ ઓરત ખરેખર ખ્રિસ્તી ધર્મને માનતી હોય એટલે કે હઝરત ઈસા (અલ.)ને અલ્લાહ તઆલાના પયગમ્બર અને ઈન્જીલને આસમાની કિતાબ માનતી હોય અને તે નાસ્તિક ન હોય તો તેની સાથે કોઈ મુસ્લિમ પુરૂષે નિકાહ કરવા જાઈઝ તો છે; પરંતુ મકરૂહ છે. માટે કોઈ મજબૂરી વગર ન કરવા જોઈએ.       (શામી–ર/ર૮૯)

                ખ્રિસ્તી ઓરત સાથે મુસલમાનના નિકાહમાં ગવાહોનું મુસ્લિમ હોવું જરૂરી નથી. અગર બે ખ્રિસ્તી પુરૂષો અથવા એક ખ્રિસ્તી પુરૂષ અને બે ખ્રિસ્તી ઓરતો ગવાહ તરીકે નિકાહ વખતે હાજર હશે તો પણ તેની સાથે મુસ્લિમના નિકાહ જાઈઝ થઈ જશે; પરંતુ ફકત ખ્રિસ્તી ઓરતોની ગવાહી અથવા ફકત મુસ્લિમ ઓરતોની ગવાહી જાઈઝ નથી, બલ્કે ખ્રિસ્તી ઓરતના નિકાહમાં બે અથવા તેથી વધુ ખ્રિસ્તી કે મુસ્લિમ ઓરતો સાથે કોઈ એક મુસ્લિમ અથવા ખ્રિસ્તી પુરૂષનું હોવું જરૂરી છે.           (શામી–ર/ર૭૪)

Log in or Register to save this content for later.