[૧૭ર] તલાકવાળી ગર્ભવતીના નિકાહ હલાલ નથી

Chapter : નિકાહ

(Page : 215-216)

સવાલ :– અમારા ગામ વલણમાં એક માણસ એક ઓરત સાથે નિકાહ પઢવા માંગે છે, તેણીને છૂટી થયે ૧૦ દિવસ થયા છે, તેણીને છૂટી કર્યાની તારીખ ર૦/૧ર/૧૯૯પ ના રોજ પહેલા ઘણીએ પોતાના નિકાહમાંથી છૂટી કરી આપી છે, તેની તારીખ ઉપર ૧૦ રૂપિયાના સ્ટેમ્પ ઉપર લખાણ જોયું છે, હમારા ગામમાં એક માણસ નિકાહ કરવા માંગે છે, તો તે માણસના નિકાહ થશે કે નહિ? આ માણસ પાંચ વર્ષથી આ ઓરત સાથે લવ – મુહબ્બત કરતો હતો, એના અંદર બે મહિનાના ઓરતને હમલ રહી ગયા છે, જે માણસ લવ કરે છે તેના જ હમલ રહી ગયા છે. હવે તેજ માણસ તેણી સાથે યાની  તે ઓરત સાથે નિકાહ પઢવા માંગે છે તો શરઈ શું હુકમ લાગુ પડે?

વાબ :– મુતલ્લકહ ઓરત જયાં સુધી તલાકની ઈદ્દત પૂરી ન કરે ત્યાં સુધી તેની સાથે બીજા કોઈ પુરૂષે નિકાહ કરવા હરામ છે અને મુતલ્લકહ ઓરત હામિલહ હોય તો તેણે હમલનું બચ્ચુ પેદા થતા સુધી ઈદ્દત ગુજારવી પડશે, માટે જયાં સુધી મજકૂર ઓરતને હમલનું બચ્ચુ પેદા ન થાય ત્યાં સુધી તેની સાથે નિકાહ પઢવા જાઈઝ નથી. જો કોઈ નિકાહ પઢશે તો તે હલાલ નહિ ગણાય.                  (શામી–ર)

Log in or Register to save this content for later.