Chapter : નિકાહ
(Page : 211-212)
સવાલઃ– ઈસાઈ છોકરી અથવા હિન્દુ છોકરી તેના મઝહબ ઉપર રહે અને મુસલમાન છોકરો ઈસ્લામ પર રહે અને તેઓ શાદી કરવા ચાહે તો થઈ શકે કે નહિ ? થઈ શકે તો તરીકો શું છે? અને અવલાદની પરવરીશનું શું ? એક માણસથી જાણવા મળ્યું કે શાદી થઈ શકે છે તો આ વાત સાચી છે કે ખોટી ?
જવાબ :– હિન્દુ છોકરી જયાં સુધી તેના મઝહબ ઉપર બાકી રહે ત્યાં સુધી મુસલમાન પુરૂષ માટે તેના સાથે શાદી કરવી હરામ છે અને ઈસાઈ છોકરી જો ખરેખર ઈસાઈ ધર્મ પાળતી હોય એટલે કે ઈન્જીલને આસ્માની કિતાબ માનતી હોય અને હઝરત ઈસા (અલૈ.)ને પયગમ્બર અથવા પોતાના ગલત અકીદા મુજબ ખુદાના બેટા – અથવા ખુદા માનતી હોય તો ચાહે તે પોતાના ઈસાઈ ધર્મ ઉપર બાકી રહે તેની સાથે મુસલમાન પુરૂષ માટે શાદી કરવી જાઈઝ તો છે, પરંતુ ઈસાઈ છોકરી સાથે શાદી કરવામાં ઘણી દીની અને દુન્યવી નુકસાનોના ભયના કારણે ઈસાઈ છોકરીથી શાદી કરવી મકરૂહ છે, માટે એવી છોકરીથી શાદી જાઈઝ હોવા છતાં તેના નુકસાનોને જોતા તેનાથી બચવું જરૂરી છે. (શામીઃર/ર૮૯, મ. કુર્આનઃ૩/૬૪)
અને જો કોઈ છોકરી વંશિય રીતે ઈસાઈ હોય પરંતુ તે ન હઝ. ઈસા (અલૈ.)ને માનતી હોય, ન ઈન્જીલને માનતી હોય અને ન અલ્લાહ તઆલાને માનતી હોય બલ્કે તે ફકત ઈસાઈ કુટુંબ કબીલાની હોવાથી નામની જ ઈસાઈ હોય બાકી માન્યતાની દ્રષ્ટ્રિએ તે નાસ્તિક હોય, તો એવી નામની ઈસાઈ છોકરી સાથે નિકાહ કરવા હરામ છે અને મોટા ભાગે આજ કાલની ઈસાઈ છોકરીઓ આ જ પ્રમાણે હોય છે. (કિફાયતુલ મુફતી : પ/ર૦૦)
Log in or Register to save this content for later.