Chapter : નિકાહ
(Page : 195-196)
સવાલ :– શું ફરમાવે છે મુફતીયાને શરએ મતીન આ મસ્અલામાં કે હું પોતે મારા સગી ફોયના છોકરાની છોકરીને મારા નિકાહમાં લાવી શકું કે નહિ? મહોલ્લાના ઈમામને પૂછયું તો કહે છે તમે લાવી શકો છો, સગી ફોયના છોકરાની છોકરી સાથે શાદી કરી શકો છો, પણ અમારા ભાઈ અને બીજા લોકો કહે છે કે શાદીમાં સગી ફોઈના છોકરાની છોકરી ન લાવી શકાય, હવે હું કશ–મકશમાં છું, હકીકત શરીઅત મુજબ બતાવવા મહેરબાની કરશો.
જવાબઃ– તમે તમારી ફોઈના છોકરાની છોકરી સાથે નિકાહ કરી શકો છો, તે તમારી સગી ભત્રીજી નથી અને જેવી રીતે ફોઈની છોકરી સાથે નિકાહ જાઈઝ છે, (અને હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) એ પોતાની ફોઈની છોકરી સાથે નિકાહ પઢયા હતા) એવી જ રીતે ફોઈ ભાઈની છોકરી સાથે પણ નિકાહ જાઈઝ અને હલાલ છે અને હલાલને હરામ અને નાજાઈઝ માનવું અને સમજવું પણ સખત ગુનોહ છે. (શામી : ભા.ર)
Log in or Register to save this content for later.