[ર૪૩] નાબાલિગ માલદાર પર કુરબાની નથી

Chapter : કુરબાની

(Page : 309-310)

સવાલઃ– નાબાલિગ અવલાદ સાહિબે નિસાબ હોય, જેવી રીતે કે તેઓની જરૂરત માટે રકમ જમા કરાવવામાં આવે અથવા છોકરીઓ માટે ઘરેણાં બનાવી રાખવામાં આવે અને એનો ઉપયોગ મા–બાપને કરવાનો ન હોય તો તેના ઉપર ઝકાત લાગુ પડશે? વધુમાં ઔરત પાસે એટલા ઘરેણાં હોય કે સાહિબે નિસાબ બની જાય, પરંતુ તેની પાસે રોકડ રકમ બિલ્કુલ ન હોય તો ઔરતે કુરબાની માટે શું કરવું જોઈએ?

જવાબઃ– જે રકમ કે ઘરેણાં નાબાલિગ અવલાદને ભેટ બક્ષિશ તરીકે આપી દીધા તે તેઓની માલિકીના ગણાશે, ચાહે કબ્ઝો વાલિદૈનનો હોય. અને જયાં સુધી તેઓ નાબાલિગ રહેશે તે માલની ઝકાત વાજિબ નહિ થાય, ચાહે તે નિસાબના પ્રમાણમાં હોય.

                જે બાલિગ ઔરત કુરબાનીના નિસાબની માલિક છે અને તેની પાસે સોનું ચાંદી કે બીજું સામાન છે તેણે સોનું ચાંદી કે નિસાબ પાત્ર સામાન વેચી અથવા કોઈનાથી કર્ઝ લઈને કુરબાની કરવી વાજિબ છે. તેની પાસે રોકડ રકમ ન હોવાથી કુરબાની માફ નહિ થાય.(આલમગીરી – પ/૩૦૭)

Log in or Register to save this content for later.