[ર૩૪] હજની વીડિયો કેસેટ

Chapter : હજ

(Page : 293-294)

સવાલ :– આજકાલ હાજી લોકો મક્કહ મુકર્રમહથી હજની વીડીયો કેસેટ લાવે છે અને પોતાના ઘર ઉપર વીડિયો દ્રારા બધા લોકોને હજનો મન્ઝર બતાવે છે, તો આ પ્રમાણે હજની વીડિયો કેસેટ જોવી જાઈઝ છે કે નહિ?

જવાબ :– વીડિયો કેસેટમાં હાજીઓના ફોટાઓની સૂરતમાં હજનું દ્રશ્ય જોવું એ માત્ર એક મનોરંજન કાર્ય છે. માટે મજકૂર કેસેટથી હજનું દ્રશ્ય જોવામાં કોઈ સવાબ નથી અને મર્દો તથા ઔરતોના ફોટા ખેંચવા હરામ છે અને મર્દ ઔરતનો ફોટો જોવો અને બતાવવો એ હરામ કામમાં સહાયરૂપ થવું છે, માટે મજકૂર કેસેટ પોતે જોવી, બનાવવી, અને બતાવવી બધું જ નાજાઈઝ અને ગુનાહનું કામ છે.(કિ.મુફતી–૪, આલાતે જદીદહ)

Log in or Register to save this content for later.