Chapter : હજ
(Page : 292-293)
સવાલ :– એક ભાઈએ ગયા વર્ષે હજમાં જવા માટે પોતાના સ્થળેથી અરજી ફોર્મ ભરેલું, પરંતુ ડ્રોમાં તેઓનું નામ નીકળ્યું નહિ તો આ વર્ષે તે ભાઈએ લાગવગથી બીજા શેહરમાંથી ફોર્મ ભર્યુ. દા.ત. સૂરતના રહેવાસી અને કલકત્તા અથવા મદ્રાસથી ફોર્મ ભર્યું તો ત્યાંથી તેઓનું નામ નીકળ્યું અને ફોર્મ મંજુર થવાથી તેઓ હજ માટે જશે તો હજ માટે આ પ્રમાણે પોતાનું સરનામું બતાવવામાં જૂઠ બોલવું અને ફોર્મમાં જૂઠું સરનામું ભરવું કેવું છે? જે બીજા શહેરના સરનામાથી નામ નીકળ્યું તે શહેરના રહીશોમાંથી કોઈ એક ભાઈનો હક મારેલો નહિ ગણાય?
જવાબ :– હજ પઢવા જવા માટે પોતાનું રહેઠાણ અને સરનામું બતાવવામાં જૂઠ બોલવું અને હજના અરજી ફોર્મમાં જૂઠું સરનામું લખવું જાઈઝ નથી. એ પ્રમાણે જૂઠ બોલીને અને જૂઠી વિગત ભરીને ફોર્મ મંજૂર કરાવવું અને હજમાં જવું જાઈઝ નથી. અલબત્ત, જો બીજા શેહરથી ફોર્મ મંજૂર કરાવવામાં લેખિત કે મોખિક કોઈ પણ પ્રકારની જૂઠી રજૂઆત ન કરવી પડતી હોય તો કોઈ વ્યકિતની ભલામણથી બીજા રાજયમાંથી પોતાનું ફોર્મ મંજૂર કરાવવું અને હજ માટે જવું જાઈઝ છે અને આવું કરવાથી બીજાનો હક્ક મારેલો નહિ ગણાય. (શામી–ર/૧૪૪, શામી–૪/૩૩૩)
Log in or Register to save this content for later.