Chapter : હજ
(Page : 275)
સવાલ :– કઅબહ શરીફનો ગિલાફ પકડીને દુઆ માંગો તો કબૂલ થઈ જાય છે, હજમાં જાય તો કઅબહ શરીફના ગિલાફ પાસે ઉભા રહીને દુઆ માંગો તો પણ ખુદાપાક કબૂલ ફરમાવે છે, ગીલાફ પકડીને દુઆ માંગે તે જલ્દી કબૂલ થઈ જાય. તો શું હદીસ શરીફમાં છે કે કુરઆન પાકમાં કોઈ જગ્યાએ એવું છે? આ બાબતનો ખુલાસો કરશો.
જવાબ :– કઅબહ શરીફ પાસે દુઆ કરવી કુર્આન – હદીસથી સાબિત છે, હઝરત ઈબ્રાહીમ અલૈહિસ્સલામે કઅબહ પાસે કરેલી દુઆઓ કુર્આન શરીફમાં સૂરએ બકરહમાં મવજૂદ છે અને તેની કબૂલિય્યત પણ જાહેર છે. હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)થી પણ કઅબહ પાસે દુઆ કરવી સાબિત છે.
મુલતઝમ પર ચહેરો અને છાતી લગાડવી હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)થી અબૂદાવુદ શરીફની હદીસમાં મવજૂદ છે. (હિદાયહ, નસબુર્રઅયહ)
કઅબહ શરીફનો ગિલાફ પકડવો એ મુહબ્બતની એક અલામત છે અને એ હાલતમાં દુઆ કરવી પણ જાઈઝ છે ફુકહાએ કિરામે આ અમલને મુસ્તહબ લખ્યો છે. (શામી ૧૮૭/ર ઝય્લઈ–ર)
Log in or Register to save this content for later.