[૯૦] સિવિલ મેરેજનો હુકમ

Chapter : નિકાહ

(Page : 128)

સવાલઃ– આ દેશ (ઈન્ડીઆ)માં છોકરી સિવિલ મેરેજ (રજીસ્ટર મેરેજ) કરે છે ત્યારે શરીઅતની રૂએ નિકાહ થાય છે કે કેમ ?

જવાબઃ– જો છોકરો છોકરી એ પ્રમાણે સિવિલ મેરેજ કરે કે નિકાહ માટે જે પ્રમાણેના વાકયોથી નિકાહના ઈજાબ અને કબૂલ (કોલ કરાર) કરવા જરૂરી છે તે પ્રમાણે ઈજાબ અને કબૂલ મોઢેથી બોલી કરે અને ત્યાં બે પુરૂષ મુસલમાન અથવા એક મુસલમાન પુરૂષ અને બે મુસલમાન ઓરતો સાક્ષી તરીકે ઉપસ્થિત હોય અને તેઓ છોકરા છોકરી બન્‍નેવના કોલ–કરાર સાંભળે અને નિકાહ કરનાર છોકરો છોકરીનો કુફૂઅ હોય એટલે કે દીનદારી, ધંધો અને આર્થિક વિગેરેની દ્રષ્ટિએ છોકરીના બરાબર દરજાનો હોય અથવા તેથી ચઢીયાતો હોય અને જો તેના બરાબર ન હોય, બલ્કે તેનાથી નીચલી કક્ષાનો હોય તો છોકરીના વાલીની ખુશી અને સ્પષ્ટ રજા હોય તો નિકાહ જાઈઝ ગણાશે અને જો આ વિગત પ્રમાણે નિકાહ ન થયા હોય તો શરઈ દ્રષ્ટિએ તે નિકાહ માન્ય અને જાઈઝ નહિ ગણાય.         (શામી –ર)

Log in or Register to save this content for later.