Chapter : નિકાહ
(Page : 137-138)
સવાલઃ– એક મુસ્લિમ પુરૂષ અને એક મુસ્લિમ સ્ત્રીને વકીલ, બે ગવાહોની હાજરીમાં આલિમ નિકાહ પઢાવી આપે, જે હકીકત દુનિયાથી અને સમાજથી ગુપ્ત રાખવામાં આવે છે, સમય જતા પણ આ હકીકત બહાર આવતી નથી, પુરૂષના સંજોગો – ગરીબી અને ના હિંમત – ડર, ભય વિગેરે અશકિતમાન છે, જેથી સાચી હકીકત બહાર પાડી શકતા નથી, સમય જતા આ સ્ત્રીના વડીલો સ્ત્રીના બીજે લગ્ન ગોઠવી બીજા માણસ સાથે નિકાહ પઢાવી દે છે, તે લોકોને અગાઉની ખબર હોતી નથી.
જો અગાઉના નિકાહ સહીહ ગણાતા હોય તો સ્ત્રી અગાઉના પુરૂષ સાથે હકકે નિકાહમાં છે, તો બીજા પુરૂષ સાથેના નિકાહ સહીહ ગણાશે ખરા ? (અગાઉના પુરૂષે સ્ત્રીને નિકાહમાંથી ખારિજ કરી જ નથી) તો આવા પ્રસંગે શું સહીહ ગણવું.
જવાબઃ– જયારે બાલિગ ઓરત અને મરદે (પુરુષે) વકીલ અને ગવાહોની રૂબરૂ શરીઅત મુજબ પઢેલા પહેલા નિકાહ દુરસ્ત અને જાઈઝ થઈ ચુકયા છે, અને બન્ને પતિ – પત્ની બની ચુકયા છે, તો આવી સૂરતમાં ઓરતના બીજા ઠેકાણે નિકાહ કરવા નાજાઈઝ અને હરામ છે, બીજા પુરુષ સાથે નિકાહ કરવામાં આવશે તો પણ તે બીજા નિકાહ જાઈઝ અને દુરસ્ત ગણાશે નહિ અને ઓરત પહેલા પુરુષના નિકાહમાં જ બાકી રહેશે અને આવી સૂરતમાં ઓરત અને પુરૂષ માટે જરૂરી છે કે પોતે પરસ્પર નિકાહ કરી લીધાની પોતાના વડીલોને જાણ કરી આપે, જેથી વડીલો અને પોતે હરામ કારીમાં ન સંડોવાય જાય. (શામી. ભા.ર)
Log in or Register to save this content for later.