[૩૯૯] પતિ–પત્ની ઘરમાં જમાઅત કરે

Chapter : નમાઝ

(Page : 423)

સવાલ :– પતિ–પત્ની ઘરમાં જમાઅત સાથે નમાઝ પઢી શકે છે કે નહિ? ચાહે નમાઝ ફર્ઝ હોય કે નફલ, નમાઝમાં ઉભા રહેવાનો તરીકો શું છે?

જવાબ :– પતિ –પત્ની ફર્ઝ અને નફલ નમાઝ ઘરમાં જમાઅત સાથે પઢી શકે છે પરંતુ પતિએ પત્ની સાથે ઘરમાં જમાઅત સાથે ફર્ઝ નમાઝ પઢવા માટે મસ્જિદની જમાઅત છોડવી જાઈઝ નથી. પતિ–પત્ની જમાઅતની નમાઝ પઢે તો પત્ની–પતિની સાથે ન ઉભી રહે બલ્કે પતિની પાછળ ઉભી રહે                            (શામી –૧)

Log in or Register to save this content for later.