[૩૯૦] ઈમામ સાથે બે મુકતદીઓની સફ

Chapter : નમાઝ

(Page : 418)

સવાલ :– અગર એક ઈમામ અને બે મુકતદીઓ હોય તો સફ બનાવવી જરૂરી છે? કે ઈમામની ડાબી – જમણી બાજુ ઉભા રહે?

જવાબ :– ઈમામ સાથે ફકત બે મુકતદીઓ હોય તો પણ ઈમામની પાછળ સફ બનાવવી જોઈએ, ઈમામની જમણી – ડાબી બાજુ ઉભા રહેવું બે મુકતદીઓ માટે મકરૂહે તનઝીહી છે. (શામી ભાગ–૧/૩૮૧)

Log in or Register to save this content for later.