[૩૯ર] ઈમામ સફની વચ્ચે ઉભા રહે

Chapter : નમાઝ

(Page : 419)

સવાલ :– અહિંયા એક મસ્જિદનું નિર્માણ થઈ ગયું છે. મેહરાબ જેમાં પેશ ઈમામ અને મિમ્બર સાથે હોય તે પશ્ચિમની દિવારમાં મધ્યમાં નિર્માણ થઈ ગયું છે. હવે અમારૂ મંતવ્ય એ છે કે મિમ્બર મેહરાબની બરાબર મધ્યમાં રહે અને ડાબી સાઈડમાં ઈમામ ઉભા રહે તો પેશ ઈમામનું સ્થાન હય્યઅલસ્સાહની દિવાર એટલે કે જમણી બાજુની દિવારના અંતર કરતા ડાબી બાજુની દિવારનું અંતર ઓછું રહે છે, મતલબ કે ઈમામ સાહેબનું સ્થાન મધ્યમાં આવી શકતું નથી જેમકે ચિત્રમાં છે.

                તો સવાલ એ છે કે આ રીતે મિમ્બરને મેહરાબની મધ્યમાં ચણાવી પેશ ઈમામનું સ્થાન ડાબી સાઈડ રાખીને ઈમામત કરી શકે છે કે ઈમામ પાછળની સફમાં બરાબર મધ્યમાં આગળ ઉભા રહી ઈમામત કરાવે ?

જવાબ :– ઈમામનું જમાઅતની નમાઝ વખતે સફની વચ્ચે ઉભા રહેવું એ સુન્નત છે અને મધ્ય છોડી કોઈ એક બાજુ ઉભા રહેવું મકરૂહ છે. માટે આપની મસ્જિદમાં આ સુન્નત અદા થાય તે રીતે ઈમામને ઉભા રહેવાની જગ્યા નકકી કરવી જોઈએ. (શામી ભાગ–૧/૩૮ર)

Log in or Register to save this content for later.