[૧૪૮] વેવાઈનો બેવા વેવાણ સાથે નિકાહ

Chapter : નિકાહ

(Page : 187)

સવાલઃ– અમારા એક ભાઈએ તેમની દીકરીના નિકાહ ચચાઝાદ ભાઈના છોકરા સાથે કર્યા, ત્યાર બાદ દીકરીના પિતા છોકરાની અમ્માને લઈને નાસી ગયા અને પાલનપૂર જતા રહયા અને સૂરતમાં નિકાહ પઢયા, મતલબ કે સગી વેવાણ સાથે નિકાહ પઢયા, વેવાણ વિધવા છે, આ સૂરતમાં કોના નિકાહ બાકી અને  કોના નિકાહ ફાસિદ તે જણાવશો.

જવાબઃ– વેવાઈ એટલે પૂછેલી સૂરતમાં દીકરીના પિતા પોતાની સગી વેવાણ એટલે પોતાની દીકરીની સાસુ સાથે શરઈ તરીકા મુજબ ગવાહોની રૂબરૂ મહર નકકી કરીને નિકાહ પઢે એ જાઈઝ છે, પૂછેલી  સૂરતમાં સગા વેવાઈ અને વેવાણ નિકાહ પઢીને પરસ્પર એક બીજાના પતિ – પત્ની બની શકે છે અને મજકૂર નિકાહથી તે બન્‍નેવના દીકરા દીકરીના નિકાહ પર કોઈ અસર નહિ પડે, તે બંનેના નિકાહ પણ જાઈઝ તરીકાથી બાકી રહેલા ગણાશે.    (શામી : ર/ર૭૯)

Log in or Register to save this content for later.