[૧૪૧] સગાઈ કરેલ છોકરીથી એકલતામાં વાતચીત અને ઈન્ટરવ્યુ

Chapter : નિકાહ

(Page : 182)

સવાલ :–  અત્યારે મારી ઉમર ર૦ – ર૧ વર્ષની છે, જેથી ઘરના સભ્યો મારી સગાઈની વાતો કરે છે, હાલમાં હું મારા માં – બાપને ના પાડું છું, કારણ એ છે કે સગાઈ કરતાં પહેલાં તે છોકરી સાથે વાતચીત (ઈન્ટરવ્યુ) કરી લેવી, જેથી મારી પસંદ અને લાયક છોકરી તલાશ કરી શકું, મારા મા–બાપ ઉપર પૂરો વિશ્વાસ છે, છતાં હાલના માહોલને જોઈ વીચારીને મેં આ નિર્ણય કર્યો છે, તો શું સગાઈ પહેલાં છોકરી સાથે દિલ સાફ રાખીને વાતચીત કરવી શરઈ દ્રષ્ટ્રિએ જાઈઝ છે ?

જવાબ :– જે છોકરીથી નિકાહની વાત હોય તેને માત્ર એક વખત જોઈ લેવી અને તે પણ ફકત તેના ચેહરા અને હાથોને જોવું અને તે પણ  તેની સાથે એકાંત ન થાય, બલ્કે પોતાની કોઈ રિશ્તેદાર ઓરત બહેન, ફોય, માસી મોજૂદ હોય એવી હાલતમાં જોઈ લેવું જાઈઝ છે, બલ્કે સુન્‍નત છે, બાકી તેની સાથે એકાંતમાં વાત કરવી, મુલાકાત કરવી, તેનું અન્ય શરીર જોવું, તેનુ ઈન્ટરવ્યું લેવું, આવી વાતોની શરીઅતથી ઈજાઝત નથી, જો આવી વાતોની તહકીક કરવી હોય તો પોતાની રિશ્તેદાર ઓરતને જોવડાવીને અને વાતચીત કરાવીને કરી શકાય છે, પરંતુ તે પણ એવી  રીતે કે તે છોકરીને એવી ખબર ન પડે કે મારાથી નિકાહના મકસદથી આ તહકીક થઈ રહી છે અને ન પસંદ કરવાની સૂરતમાં તેના કારણો પણ પોતાના દોસ્તો અને સંબંધીઓ સામે વર્ણન કરવામાં ન આવે, તાકે મુસલમાનની ગીબત અને તકલીફથી બચી શકાય.              (શામી – પ/ર૩૭, ફતાવા મહમૂદિય્યહ – ૩/ર૧ર)

Log in or Register to save this content for later.