Chapter : નિકાહ
(Page : 180-181)
સવાલઃ– એક માની બે અવલાદ એક છોકરો અને એક છોકરી, જેમની મા એક અને બાપ અલગ છે, હવે આ બન્નેવ ભાઈ બહેનની અવલાદ માંથી ભાઈનો છોકરો બહેનની નવાસી સાથે નિકાહ કરવાની ઈચ્છા ધરાવે છે, તો શું એ નિકાહ શરીઅતની દ્રષ્ટિએ સહીહ છે ?
જવાબઃ– પૂછેલી સૂરતમાં અખ્યાફી (માશરીક) ભાઈ – બહેનની અવલાદમાં એ પ્રમાણે શાદી કરવી, કરાવવી કે ભાઈનો છોકરો હોય અને બહેનની નવાસી હોય તો એ જાઈઝ છે. કારણ કે મજકૂર છોકરા માટે મજકૂર છોકરીથી નિકાહ કરવા હલાલ છે. (શામી. ભા.ર)
Log in or Register to save this content for later.