[૧૧૭] રઝાઈ ભાઈ બહેનની અવલાદ મહરમ છે

Chapter : નિકાહ

(Page : 163)

સવાલઃ– મારી ફોઈએ મને દૂધ પીવડાવ્યું, જેથી મારા માટે મારી ફોઈના છોકરા મહરમમાં આવે એ બરાબર, પણ મારી ફોઈના છોકરાના છોકરા અને ફોઈની છોકરીના છોકરા મારા માટે મહરમમાં આવે કે કેમ? કારણ કે સગાભાઈ તેમજ સગીબહેનના છોકરા મહરમ ગણાય, દૂધભાઈ – દૂધબહેનના છોકરા મહરમ ગણાય કે કેમ?

જવાબઃ– રઝાઈ ભાઈના છોકરાઓ તમારા ભત્રીજાઓ ગણાય અને રઝાઈ બહેનના છોકરાઓ તમારા ભાણજાઓ ગણાય, એટલે શરઈ દ્રષ્ટિએ તેઓ તમારા મહરમ ગણાય.              (બદાઈઅઃ ભા. ૪/ર)

Log in or Register to save this content for later.