Chapter : નિકાહ
(Page : 162-163)
સવાલઃ– ઝૈદની અવરતને સુવાવડ પ્રસંગે દવાખાનામાં દાખલ કરી, પરિસ્થિતી નાજુક હતી, જેથી ઓરતને પેટનું ઓપરેશન કરીને બાળકને ઉઠાવી લીધું, તે બાળક છોકરી હોય અવરતને ભાન ન હોવાની અને આવી પરિસ્થિતીમાં પોતાની છાતીનું દૂધ પીવડાવી શકે તેમ ન હોવાથી ઝૈદના સગાભાઈ ઉમરની અવરતે તે છોકરીને દૂધ પીવડાવ્યું હતું. ઉમરની ઓરતને પણ એક છોકરો છે, જેનું દૂધ ઝૈદની છોકરીને દૂધ પીવડાવતી હતી, ત્યારે તેનું દૂધ છોડાવી દીધેલ હતું, હવે તે છોકરી અને છોકરો ઉમરલાયક થયાં છે, તો તે બંનેના આપસમાં નિકાહ થઈ શકે કે કેમ? તે બંને દુધ ભાઈ બહેન તો નથી ને ?
જવાબઃ– પૂછેલી સૂરતમાં ઝૈદની છોકરીના નિકાહ તેની દૂધમાંના દિકરા સાથે એટલે કે ઉમરના દિકરા સાથે કરવા જાઈઝ અને હલાલ નથી, કારણ કે દૂધ માતાની અવલાદ બીજાના દૂધ પીતા બાળકના ભાઈ બહેન ગણાય છે, ચાહે જે છોકરા સાથે નિકાહ કરવાના હોય તેણે પોતાની માતાનું દૂધ ઝૈદની દૂધ પીનાર છોકરીથી ઘણા સમય પહેલાં કે પછી પીધું હોય અથવા બિલ્કુલ ન પીધું હોય, કોઈ સૂરતમાં ઝૈદની છોકરીના નિકાહ ઉમરના છોકરા સાથે જાઈઝ નથી. (શામી ભા. ર)
Log in or Register to save this content for later.