Chapter : નિકાહ
(Page : 158-159)
સવાલઃ– અમારા કુટુંબમાં એક છોકરાએ એવી છોકરી સાથે નિકાહ કર્યા છે કે જેણે ઉપરોકત છોકરાના ભાઈની ઓરત એટલે કે તેની (ભાભી) ની છાતીનું દૂધ લગભગ દોઢથી બે વરસ સુધી મુસલસલ બચપનમાં એટલે પ દિવસની ઉમર હતી, ત્યારથી પીધું છે અને નિકાહ થયાને પ થી ૬ વરસ થઈ ગયા છે. લા–ઈલ્મીમાં હજુ તે ઓરત ઉપરોકત છોકરાના નિકાહમાં છે અને તે છોકરો રઝાઈ કાકા ગણાય છે તો હવે એ નિકાહ બાતિલ ગણાશે કે નહિ, એ બન્નેનું એક બીજાના નિકાહમાં રહેવું કેવું છે. મોઅતબર હવાલાથી ખુલાસાવાર જવાબ આપવા મહેરબાની કરશો.
જવાબ :– જો છોકરાના ભાઈની ઓરત અથવા બીજી કોઈ વ્યકિત એ વાતની ખબર આપે કે મજકૂર છોકરીને મેં દૂધ પીવડાવ્યું છે અથવા મેં છોકરાની ભાભીનું દૂધ પીતાં છોકરીને જોઈ છે અને આ છોકરો છોકરી અથવા ફકત છોકરો તેઓની ખબરને નકારી ન કાઢે બલ્કે તેને સત્ય માની લે તો આ છોકરી અને છોકરો પરસ્પર રઝાઈ કાકા – ભત્રીજી ગણાશે અને તેઓનો થયેલો નિકાહ ફાસિદ ગણાશે.
અને જો છોકરી આ ખબરને નકારી કાઢે તો માત્ર છોકરીને દૂધ પીવાડનાર ઓરતના કહેવાથી દૂધનો રિશ્તો સાબિત નહીં ગણાય અને નિકાહ ફાસિદ નહીં ગણાય. બલ્કે શરઈ ગવાહીની જરૂરત રહેશે એટલે કે બે દીનદાર મર્દ અથવા એક દીનદાર મર્દ અને બે દીનદાર ઓરતો શરઈ પંચાયત સમક્ષ મજકૂર છોકરીને છોકરાની ભાભીનું દૂધ પીતાં પોતે જોવાની ગવાહી આપે અથવા ખૂદ છોકરી સમક્ષ એ વાતની ગવાહી આપે તો રઝાઅત (દૂધનો રિશ્તો) સાબિત થઈ જશે અને નિકાહ ફાસિદ ગણી બન્નેવને નિકાહના રિશ્તામાંથી છુટા પાડવામાં આવશે.
જો આ પ્રમાણેની ગવાહી ન હોય તો છોકરાના ઈન્કાર કરવાની સૂરતમાં રઝાઅત સાબિત નહિ થાય અને નિકાહ બાકી રહેશે. (આલમગીરી : ૩૪૭ ભા. ૧ / દુ. મુખ્તાર શામી – ૪૧૩ ભા. ર)
Log in or Register to save this content for later.