Chapter : નિકાહ
(Page : 149-150)
સવાલઃ– અમારા એક મામા અમેરિકામાં રહે છે, તેમની પૂત્રી એક યહૂદીના પ્રેમમાં હતી, ઘણી સમજાવવા પછી પણ ન માનતા એ શરતે નિકાહની ઈજાઝત આપી કે છોકરો ઈસ્લામ સ્વીકારી લેશે, પછી તેઓ ભારત નિકાહ કરવા માટે આવ્યા અને નિકાહના દિવસે છોકરાએ ઈસ્લામનો સ્વીકાર કર્યો, પછી મુસ્લિમ રિવાજ પ્રમાણે નિકાહ થયા.
હવે સવાલ એ છે કે અમે તો પેઢીઓથી મુસ્લિમ છીએ, તો અમારા કુટુંબની છોકરીનો ”કુફૂ” એક દિવસનો નવ મુસ્લિમ થઈ શકે ખરો ? આ નિકાહ થયા કે નહીં?
જવાબઃ– એક દિવસનો મુસલમાન જેના બાપ દાદા યહૂદી છે તે પેઢીગત મુસલમાન છોકરીનો કુફૂ નથી, પરંતુ પૂછેલી સૂરતમાં છોકરાના ઈસ્લામ સ્વીકારવાની શરતથી છોકરીના વાલીઓએ તેને નિકાહની ઈજાઝત આપી છે, માટે તે નિકાહ સહીહ અને જાઈઝ ગણાશે.(શામી : ર / ર૯૭ / ૩૧૯)
Log in or Register to save this content for later.