Chapter : નિકાહ
(Page : 167)
સવાલઃ– બે ભાઈ છે, ફારૂક તથા સિદ્દીક, ફારૂકની ઓરત મૈમૂનહ છે મૈમૂનાએ બીજી એક છોકરીને દૂધ પીવડાવ્યું, ફારૂકનો ભાઈ સિદ્દીક મજકૂર છોકરી સાથે જેને મૈમૂનાએ દૂધ પીવડાવ્યું નિકાહ કરી શકે છે?
જવાબઃ– ફારૂકની ઓરતે જે છોકરીને દૂધ પીવડાવ્યું છે તે છોકરી ફારૂકના સગા ભાઈ સિદ્દીકની રઝાઈ ભત્રીજી છે, માટે સિદ્દીકના નિકાહ તેની સાથે હલાલ નથી, હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ હઝરત આઈશહ (રદિ.)ના રઝાઈ બાપના ભાઈ હઝરત અફઝલને આઇશા (રદિ.)ના રઝાઈ કાકા ઠરાવ્યા હતા અને તેઓથી પરદો ન કરવાનો હુકમ આપ્યો હતો. (હિદાયહ અવ્વલૈન)
Log in or Register to save this content for later.