Chapter : નિકાહ
(Page : 165)
સવાલઃ– મારી ભાભીએ એક બેબીને દૂધ પીવડાવ્યું છે તો શું હું એ બેબીના કાકા ગણાઉં, અમે મહરમમાં આવીએ કે નહીં, જવાબ મોકલશોજી, બીજું કે નિય્યત કરેલું નામ રાખ્યું પછી બદલવું હોય તો બદલી શકાય ખરું ?
જવાબઃ– તમે તે બીબીના રઝાઈ ચાચા ગણાશો અને મહરમ ગણાશો. (શામી ભા. ર)
વિલાદતથી પહેલાં બચ્ચાનું કોઈ ચોકકસ નામ રાખવાની નિય્યત કરી શકાય છે અને વિલાદત પછી તે નામ છોડી બીજું નામ રાખી શકાય છે. અને નામ રાખીને બદલી પણ શકાય છે. (શામી– પ)
Log in or Register to save this content for later.