Chapter : નિકાહ
(Page : 188)
સવાલઃ– અમારે ત્યાં એક માણસને અમુક દિકરા અને અમુક દિકરી છે, એટલે દિકરા–દિકરી એ સગા ભાઈ બહેન થયા, એમાં દિકરીને ત્યાં પણ દિકરી થઈ અને આ ભાઈ બહેન સિવાય તેમનો એક બીજો ભાઈ પણ છે, જેની મા અલગ છે, એટલે બાપ એક, મા અલગ, તો તેમાં આગળના સગા ભાઈ બહેન, મા બહેનની ભાણી, એટલે મામા ભાણીની સગાઈ થાય તો એક બાપની અવલાદમાં એક ઓરતથી પેદા થયેલ છોકરીની છોકરી સાથે બીજી ઓરતના છોકરાના નિકાહ થઈ શકે? તે જવાબ આપવા મહેરબાની કરશો.
જવાબ :– બાપ શરીક ભાઈના નિકાહ પોતાની બાપ શરીક બહેનની છોકરી એટલે ભાણકી સાથે ના જાઈઝ અને હરામ છે. કુર્આન શરીફમાં સ્પષ્ટ શબ્દોમાં આવી રિશ્તેદારીમાં નિકાહને હરામ બતાવવામાં આવ્યો છે. (શામી–ર)
Log in or Register to save this content for later.