[ર૧૦] રમઝાન પછી હજ કરનાર માટે કરવાના અમલો

Chapter : હજ

(Page : 267)

સવાલ :– રમઝાનથી લઈ હજ સુધીના દિવસોમાં મારે જેે અરકાન કરવાના હોય તે વિગતવાર જણાવશો.

જવાબ :– જો આ દિવસો દરમ્યાન ઈન્ડિયા કે ઈંગ્લેન્ડમાં રહેવાના હોય તો હજના મસાઈલ અને દુઆઓનો અભ્યાસ અને યાદ કરવા તરફ વધુ ધ્યાન આપવું જોઈએ, હજમાં જતાં પહેલાં પોતાના ઝિમ્મે જે હુકૂક (હકકો) હોય તેને ચૂકવવાની ફિકર કરવી જોઈએ, સગા સંબંધીઓથી માફી – તલાફી, દુઆની અરજ કરવી જોઈએ અને જો આ દરમ્યાન મકકહ – મદીનહમાં રહેવાના હોય તો જે તે જગ્યાને લગતી નફલી ઈબાદતોમાં વધુ થી વધુ વખત પસાર કરવો જોઈએ.

(શામી – ર, ઝુબ્દતુલ મનાસિક)

Log in or Register to save this content for later.