[૭૩] મૂદ્દતી લોન ઝકાત પાત્ર મૂડીમાંથી પૂરી બાદ નહિ થાય

Chapter : ઝકાત

(Page : 108)

સવાલ : – આ વર્ષે અમોએ લોન ઉપર કાર ખરીદી છે જેની કુલ લોન પાંચ લાખ રૂપિયા છે, દર મહિને પંદર હજાર રૂપિયાનો હપ્તો ચૂકવવાનો છે તો અમારી વાર્ષિક બચત જમા રકમમાંથી કુલ લોનની રકમ પાંચ લાખ રૂપિયા બાદ કરી બાકીની રકમની ઝકાત આપવી અથવા એક વર્ષ દરમિયાન ભરવા પડતા કુલ બાર હપ્તાઓની રકમ એક લાખ એંશી હજાર રૂપિયા બાદ કરીને બાકી રહેતી રકમની ઝકાત આપવી? એ અંગે ખુલાસો આપશો ?

જવાબ : – વાર્ષિક બચત જમા રકમમાંથી કુલ લોનની રકમ પાંચ લાખ રૂપિયા બાદ કરવામાં નહિ આવે, બલ્કે એક વર્ષ દરમિયાન ભરવાની રકમ એટલે એક લાખ એંશી હજાર રૂપિયા બાદ કરી બાકીની રકમની ઝકાત આપવી પડશે, કારણ કે મઝકૂર લોન હપ્તાવારી મુદ્દતી લોન છે.                                                                    (શામી : ર/પ)

Log in or Register to save this content for later.