[૩૬ર] એક બાલિગ અને અનેક નાબાલિગો ઈમામની પાછળ એક સફમાં ઉભા રહે

Chapter : નમાઝ

(Page : 390)

સવાલ :– (ર) અગર જમાઅતની નમાઝ વખતે જો ફકત એક બાલિગ માણસ હોય તો ઈમામની સાથે ઉભા રહેવાનો હુકમ છે અને એક બાલિગ માણસ સાથે  બીજા ચાર–પાંચ અથવા તેથી ય વધુ બાળકો હોય તો તે બાલિગ માણસ અને છોકરાઓને ઈમામની પાછળ સફ બનાવી ઊભા રાખી જમાઅત કરી શકાય કે નહિ ?

જવાબ :–(ર)  જ્યારે એકથી વધારે બાળકો હોય અને બાલિગ માણસ ફકત એક જ હોય તો બધાંએ જ ઈમામની પાછળ સફ બનાવી ઊભા રહેવું જોઈએ અને એક બાલિગ માણસે પણ બાળકોની સફમાં જ ઊભા રહેવું જોઈએ. અલગ ન ઊભા રહેવું જોઈએ.   (‘શામી ૧/૩૮૪)

Log in or Register to save this content for later.