[૧૮૮] સાથીઓના ભાડાથી પોતાનું ભાડુ ઓછું રાખવું

Chapter : હજ

(Page : 249-250)

સવાલ :– ગયા વરસે એક ભાઈ હજના મુબારક સફરમાં ગયા હતા એમનો નંબર હજ કમીટીમાં ન લાગ્યો હોવાથી તેમણે ટુરમાં જવા વિચાર કર્યો, તો એમની જાણ પહેચાનવાળા બીજા સાથીઓએ કહયું કે તમે જે કંઈ કરો તે અમને મંજૂર છે એટલે ટુરવાળાને તમે મળીને નકકી કરી આવો. હવે એ ભાઈએ પેલા માણસોથી ખાનગી ટુર્સના માલિકને એમ કહયું કે તમારો જે ભાવ છે તે હું દરેક હાજી પાસે પૂરો અપાવું પણ મારા પાંચ હજાર તમારે ઓછા લેવાના તો આ સૂરત ટુરવાળા ભાઈએ તો મંજૂર રાખી પણ જે માણસોએ આગેવાન બનાવી આ ભાઈને આગળ કરેલા તો તેમણે આવી રીતે પેલા ભાઈઓને અંધારામાં રાખી પોતાની રકમનો ફાયદો કરી હજ પઢવા ગયા તો આ સૂરતમાં તે ભાઈની હજ કેમ ગણાશે? ટુરવાળા માટે શું જાઈઝ છે ?

જવાબ :– ટુર્સવાળા સાથે વાતચીત કરનાર ભાઈની હજ વિના કરાહતે દુરસ્ત છે અને પોતાની મહેનત અને સાથીઓનું ભાડુ નકકી કરી આપવા બદલ પોતાનું ભાડું પાંચ હજાર રૂપિયા ઓછું નકકી કર્યુ એ જાઈઝ છે અને પોતાનું ભાડુ ઓછું નકકી કરવા બદલ તે ઘટ સાથીઓના ભાડામાંથી ચૂકવવાનું નકકી ન કર્યું હોય તો એમાં સાથીઓ સાથે કોઈ ધોકા બાજી કરેલી નહિ ગણાય. પરંતુ તે છતાં અફઝલ અને બેહતર એ છે કે પાંચ હજાર રૂપિયા બધા સાથીઓ ઉપર વહેંચી આપી ભાડા ઘટાડાનો લાભ દરેક સાથીને પહોંચાડવામાં આવે.

Log in or Register to save this content for later.