Chapter : હજ
(Page : 260)
સવાલ :– હું એક શિક્ષક છું કે સ્કુલની નિવૃતિ વખતે મારા પ્રો. ફંડની એટલી રકમ મને મળી છે કે જેનાથી બે વ્યકિત સ્ટીમરથી બંક કલાસમાં હજ પઢી શકે. હું બે વખત હજમાં જઈ આવ્યો છું, હવે ત્રીજી હજ મારા એક મર્હૂમ છોકરાના બદલામાં જવા ઈચ્છું છું, છોકરાની હજ માટેની કોઈ વસિય્યત નથી તેમજ તેના ઉપર હજ ફર્ઝ પણ ન હતી, મર્હૂમ છોકરાની ઔરત જેના બે સંતાન મારા સાથે ઘરમાં જ રહે છે, સદરહુ રકમમાંથી હું હજ્જે બદલ પઢું અથવા એ રકમ એ યતીમ બચ્ચાને આપુ? વધારે સવાબ નું કામ કયું છે?
જવાબ :– તમો પોતાના યતીમ પોત્રાને જે રકમ અથવા તેનાથી ખરીદેલી મિલકત સવાબની નિય્યતે આપવા ચાહો છો એ નફલી સદકો છે અને પોતાના એવા મર્હૂમ છોકરા તરફથી હજ્જે બદલ કે જેના ઉપર હજ ફર્ઝ ન હતી ન તેણે હજની વસિય્યત કરી છે તે તમારી નફલી હજ ગણાશે અને ફુકહાએ કિરામે (રહ.) નફલ સદકા કરતાં નફલ હજને અફઝલ અને વધુ સવાબવાળું કામ બતાવ્યું છે, પરંતુ મજકૂર સૂરતમાં યતીમ પોત્રાને નફલ સદકો આપવાની સાથે સિલા રહમી પણ અદા થાય છે. અને સિલા રહમી સાથે સદકો કરવામાં ડબલ સવાબ મળે છે, માટે આપ મર્હૂમ છોકરા તરફથી નફલ હજ કરો અથવા યતીમ પોત્રાને સદકો આપી સિલા રહમી કરો, બન્નમાંથી દરેક કામમાં ઘણો સવાબ છે. આપ જે સૂરત અપનાવવા ચાહો અપનાવી શકો છો. (અશ્બાહ ૧૭૪/શર્હે ઉકદે રસમિલ મુફતી ૮૦, કિ.મુફતી ૩૩૦ભા.૪)
Log in or Register to save this content for later.