Chapter : ઝકાત
(Page : 95-96)
સવાલ :– અમારી કંપનીએ અમને રહેવા માટે મકાન લોનથી ખરીદી આપ્યું છે, જેની કિંમત રૂપિયા બે લાખ ત્રીસ હજાર છે. પરંતુ મારા પપ્પાનું ખુદનું મકાન હોવાથી હું ત્યાંજ મારા મા–બાપ સાથે ફેમીલી સાથે ભેગો રહું છું. આથી આ કંપનીનું મકાન મેં ભાડે આપેલ છે. તો શું મારે તેને મારા ઉપર કર્ઝ ગણવું ? અમારી કંપની દર મહિને પગારમાંથી મકાન લોનનો હપ્તો કાપે છે તો મારે દર વર્ષે ઝકાત, ફિત્રો, કુરબાની વાજિબ થશે ? તેનો ખુલાસો આપશોજી.
જવાબ :– મકાન લોનના એક વર્ષના હપ્તા ઝકાત પાત્ર માલ મૂડીમાંથી બાદ કરતાં જો તમો સાહિબે નિસાબ બાકી રહેતા હોય તો તમારે ઝકાત આપવી પડશે અને સદકએ ફિત્ર તથા કુરબાની વાજિબ થવાના નિસાબમાં ભાડે આપેલું મકાન પણ ગણવામાં આવશે (શામી–ર)
Log in or Register to save this content for later.