Chapter : નિકાહ
(Page : 83-84)
સવાલઃ– મારી દિકરીની મંગની વિદેશ (સાઉથ આફ્રિકા) ખાતે સ્થાયી થયેલ છોકરા સાથે નકકી કરી છે, સામે છોકરા પક્ષનું કહેવું છે કે ટેલીફોનના ઝરીએ જો નિકાહ થઈ શકતા હોય તો તે અંગે શરઈ માર્ગદર્શન મેળવી લો.
જેથી પાસપોર્ટ બનાવવામાં દિકરીના નામની સાથે છોકરાનું નામ આવી શકે અને ત્યાં ગયા પછી ફરી બીજી પાસપોર્ટ બનાવવી ન પડે.
તો ટેલોફોનના ઝરીયે કોઈ રીતે નિકાહ થઈ શકે છે? તે વિગતે જણાવવા વિનંતી છે.
નિકાહના સર્ટીફિકેટ ઉપર છોકરાની સહીની જગ્યાએ શું કરવાનું તે પણ જણાવશો.?
જવાબઃ– ટેલીફોન દ્વારા નિકાહ પઢવાની રીત શરીઅત મુજબ આ પ્રમાણે છે કે નિકાહ પઢનાર છોકરો પોતાની સાથે બે મુસ્લિમ ગવાહોને રાખીને છોકરી જયાં (જે દેશમાં) રહેતી હોય, ત્યાં પોતાના પિતાને અથવા બીજી કોઈ વ્યકિતને જે તે છોકરીનું પૂરું નામ લઈને તેણીની સાથે પોતાના નિકાહ પઢાવી આપવાના વકીલ બનાવી આપે. (અને જેને વકીલ બનાવે તેના સ્થળે માઈક્રોફોન હોય અને વકીલ સિવાય બીજા બે ગવાહો છોકરાનો અવાજ ફોન ઉપર ઓળખી શકે એવા મવજૂદ હોય તો બેહતર છે અને પોતાના પિતાને જ નિકાહના વકીલ બનાવે એ પણ બેહતર છે.)
છોકરો જયારે ફોનથી કોઈને પોતાના નિકાહનો વકીલ નિયુકત કરી આપે તો હવે તે વકીલ, માઈક્રોફોન ઉપર વકાલતની વાતચીત સાંભળનાર ગવાહો અને છોકરીના વાલિદ કે અન્ય કોઈ માણસ (જેણે છોકરીથી તેણીના નિકાહ જે તે છોકરા સાથે પઢાવવાની રજા લઈ વકીલ બન્યા હોય) કોઈ મોલ્વી સાહેબને બોલાવી નિકાહની મજલિસનું આયોજન કરે અને મોલ્વી સાહેબ વકીલોને ચકાસી, ઓળખીને તેમનાથી નિકાહની મંજૂરી લઈ નિકાહનો ખુત્બહ પઢી છોકરા – છોકરી બન્નેવના વકીલોથી વકીલ તરીકે નિકાહના ઈજાબ–કબૂલ કરાવી કહેડાવી આપે.
આટલી કાર્યવાહી પછી નિકાહ થઈ જશે, નિકાહના વકીલ બનતી વખતે મહરની ચોખવટ પણ થઈ જવી જોઈએ. (શામી ભા.ર) છોકરીના પિતા જ છોકરીના વલી – વકીલ તરીકે નિયુકત થાય એ મુસ્તહબ છે.
નિકાહના સર્ટિફિકેટમાં દુલ્હાની સહીની કોલમમાં વતી તરીકે છોકરાનો વકીલ સહી કરશે.
Log in or Register to save this content for later.