[૪૮] જીવન જરૂરિયાતની વિગત

Chapter : ઝકાત

(Page : 89)

સવાલ :– ઝકાત વાજિબ થવા માટે શર્ત છે ”માલનું ઝરૂરી હાજતથી બચેલું હોવું” એનો મતલબ શું ? વિગતથી લખી સમજાવશો. ભવિષ્યમાં ઝરૂરત હોય, ચાલુમાં ઝરૂરત હોય, અને કઈ ઝરૂરત હોય તો તે માલ પર ઝકાત નથી. વિગતવાર સમજાવશો.

જવાબ :– મુસલમાનની અસલી અને બુનિયાદી હાજતોમાં આ વસ્તુઓનો સમાવેશ થશે, રહેવાનું ઘર, રક્ષણના સાધનો, પહેરવા ઓઢવાના કપડાં (ત્રણ જોડ), દેવું, ઉદ્યોગ અને ખેતીના સાધનો (બળદ, ટ્રેકટર વગેરે), ઘર વપરાશના વાસણો અને ફર્નિચર, સવારી અને મુસાફરીના સાધનો, આલિમ માટે કિતાબો અને જે તે વિષયના માહિર માટે તે વિષયના પુસ્તકો, ભાડાની ટ્રક, ટેમ્પો, રીક્ષા, સાયકલો, ખાવા–પીવાની ચીઝ વસ્તુઓ.

               જે માણસ પાસે નિસાબના પ્રમાણમાં રોકડ મૂડી જમા હોય અને તે ઝકાતનું વર્ષ પૂરું થવા છતાં તેની પાસે જમા હોય તો તેની ઝકાત આપવી પડશે. ચાહે ભવિષ્યમાં તેને ઘર, શાદી, હજ વગેરેમાં ખર્ચ કરવાની ઝરૂરત હોય.(શામી ર/૬)

Log in or Register to save this content for later.