Chapter : નિકાહ
(Page : 82-83)
સવાલઃ– છોકરી ફોરૈનમાં હોય અને છોકરો ઈન્ડીઆમાં હોય તો બંનેવના નિકાહ ફોન દ્વારા થઈ શકે ?
જવાબ :– ફોનથી એ પ્રમાણે નિકાહ થઈ શકે છે કે છોકરો ફોરૈનમાં જયાં છોકરી હોય ત્યાં કોઈ વ્યકિતને મજકૂર છોકરી સાથે પોતાના નિકાહ કરી આપવાનો ફોનથી વકીલ બનાવી આપે, પછી સામાન્ય રીતે જે પ્રમાણે નિકાહ થાય છે તે પ્રમાણે નિકાહની મજલિસનું આયોજન છોકરીના સ્થળે કરવામાં આવે અને નિકાહ પઢાવનાર કાઝી સાહેબ છોકરીના વકીલ અને છોકરાએ નિયુકત કરેલા વકીલ વચ્ચે ગવાહોની રૂબરૂ નિકાહના ઈજાબ – કબૂલ કરાવી આપે, બીજી સૂરત એ છે કે છોકરી ઈન્ડીયામાં કોઈ વ્યકિતને ફોનથી મજકૂર છોકરા સાથે પોતાના નિકાહ કરી આપવાનો વકીલ બનાવી આપે પછી છોકરાના સ્થળ ઉપર સામાન્ય પધ્ધતિ મુજબ નિકાહની મજલિસનું આયોજન થાય અને તેમાં નિકાહ પઢાવવામાં આવે. (શામી –ર / ફ.મહમૂદિય્યહ :૧૧/૧૬ર)
Log in or Register to save this content for later.