Chapter : ઝકાત
(Page : 84-85)
સવાલ :– મેં તા, ર૪/૧૦/૯૭ ના રોજ શાદી કરી છે, મારી ઓરત ૧પ તોલા સોનું સાથે લાવી છે, મારી માસિક આવક ૭૦૦૦/– રૂપિયા છે, પણ સાથે સાથે મારે રર૦૦૦/ રૂપિયા દેવું પણ છે તો અત્યારે રમઝાનમાં લોકો ઝકાત આપે છે, તો મારે પણ ઝકાત આપવી ફર્ઝ છે ? આ સોનું જે મારી ઓરતનું છે, એ સિવાય બીજું કંઈ નથી, તો ઝકાત આ રમઝાનમાં કેટલી આપવી પડે ?
જવાબ :– સામાન્ય રીતે માં–બાપ તરફથી શાદી વખતે છોકરીને જે સોનું બક્ષિશ તરીકે આપવામાં આવે છે, તે સોનાની તેને નિકાહ વખતે જ માલિક બનાવી આપવામાં આવે છે, માટે સામાન્ય રિવાજ મુજબ તમારી ઓરત તા–ર૪/૧૦/૯૭ ના સોનાની માલિક બની છે એમ ગણાશે. બીજી વાત આ છે કે માલદારી પાત્ર સોનું – ચાંદી રોકડ વગેરેના માલિક થયા પછી, જયારે એક ઈસ્લામી વર્ષ પૂરું થાય ત્યારે તે સોના – ચાંદી વગેરેની ઝકાત ફર્ઝ થાય છે, માટે જો તમારી ઓરત ર૪/૧૦/૯૭ પહેલાં સાહિબે નિસાબ માલદાર ન હતી તો તેના માલદાર થયા પછી હાલ તેઓના ઉપર હજુ એક ઈસ્લામી વર્ષ પૂરું થયું નથી માટે હાલ મઝકૂર સોનાની ઝકાત ફર્ઝ નથી, જયારે માલિક બનવાને અને માલદાર બનવાને એક ઈસ્લામી વર્ષ પૂરું થશે ત્યારે ઝકાત આપવી ફર્ઝ થશે, અલબત્ત હાલ આપી દેશે તો પણ ઝકાત અદા થઈ જશે.
ત્રીજી વાત આ છે કે મઝકૂર સોનાના કારણે તમારી ઓરત માલદાર ગણાશે અને તે સોનાની ઝકાત તેણી ઉપર ફર્ઝ થશે અને તેણે જ અદા કરવી ફર્ઝ છે, તમારી જવાબદારી નહિ ગણાય, તમારી માલિકીમાં સોના – ચાંદી રોકડ વેપારના માલમાંથી કોઈ વસ્તુ દેવા મુકત નિસાબના પ્રમાણમાં ન હોય તો તમારી ઉપર ઝકાત ફર્ઝ નથી અને તમારું દેવું ઓરતની માલિકીના સોનામાંથી બાદ નહિ કરવામાં આવે. (શામી–ર)
Log in or Register to save this content for later.