Chapter : ઝકાત
(Page : 80)
સવાલ :– અમે પાંચ ભાગીદારોએ મળી પોલ્ટ્રીના ખોરાકની ફેકટરી શરૂ કરી, જેને ત્રણ મહિના થયા છે, આ ફેકટરીમાં અમારા અઢી લાખનું રોકાણ કર્યુ છે જેના સામે ૩૦ લાખનું કર્ઝ છે (જેના હિસાબે અમારા ભાગે ૬ લાખ આવે) તો ઉપરના સંજોગોમાં અમારે ઝકાત કેટલી કાઢવી? આજની તારીખે ફેકટરીનું કુલ ઉત્પાદન / વેચાણ સામે અમોને નોકર વગેરેનો ખર્ચ કાઢતાં રૂા ૧પ૦૦/– રોજનો નેટ નફો થાય છે. ૩ મહિનાનો કુલ નફો સરેરાસ રૂા ૮૦૦/– મુજબ રૂા ૭ર૦૦૦/– જેમાં અમારો હિસ્સો રૂા ૧૪૪૦૦/– થાય છે.
જવાબ :– જો તમારે ભાગે આવતું દેવું તમારી ઝકાતપાત્ર માલ મિલકત એટલે કે તમારી માલિકીના સોના – ચાંદી, રોકડ જમા ફેકટરીના વેપારના કાચા અને તૈયાર માલમાં તમારા ભાગથી વધુ હોય અથવા મઝકૂર ઝકાતપાત્ર વસ્તુઓમાંથી દેવું બાદ કરતાં સાડા બાવન તોલા ચાંદી જેટલી કિંમતની વસ્તુ ફાઝલ ન પડતી હોય તો તમારા ઉપર ઝકાત આપવી ફર્ઝ નથી. અલબત્ત, જો ઝકાતના નિસાબના પ્રમાણમાં ઝકાતપાત્ર માલ વધતો હોય તો મઝકૂર તમારા ભાગનું દેવું બાદ કર્યા પછી ફાઝલ માલની ઝકાત આપવી પડશે. (શામી – ર)
Log in or Register to save this content for later.