Chapter : ઝકાત
(Page : 78-79)
સવાલ :– પ્રાઈવેટ ફાઈનાન્સ કંપનીઓ વડોદરા તેમજ ઓલ ઈન્ડિયા લેવલ ઉપર ચાલે છે તેમાંથી હમો બસ માટે કર્ઝ (લોન) લઈને બસ બનાવીએ છે. આ લોન લેવા માટે અમો ફાઈનાન્સ કંપનીમાં આશરે ૧,પ૦,૦૦૦/– (અંકે રૂપિયા એક લાખ પચાસ હજાર) મુકયા છે તે પૈસા હમોને ૩ વર્ષ પછી પાછા મળવાના છે વ્યાજ સાથે પૂરી રકમ મળશે તો આનો ખુલાસો આપશોજી.
જવાબ :– લોન લેવા માટે ફાઈનાન્સ કંપનીમાં ડીપોઝીટ મૂકેલી રકમની ઝકાત આપવી પડશે કારણ કે તે અમાનત નથી બલકે કંપની તેનો ઉપયોગ કરે છે એટલે જ તમોને તે રકમનું વ્યાજ આપે છે. (શામી–ર)
Log in or Register to save this content for later.